મુન્દ્રામાં મળી આવેલ મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી

copy image

મુન્દ્રામાં મળી આવેલ અજાણ્યા મૃતદેહની જન સેવા અને કોસ્ટલ પોલીસ દ્વારા શહેરના મુક્તિ ધામ મધ્યે અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 30/6ના વેસ્ટપોર્ટ નજીકના દરિયામાથી કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે કોણ હતું..? કેવી રીતે પાણીમાં ગયું તે સહિતનું બહાર આવ્યું ન હતું. તેમજ હતભાગીના પરિવાર જનોની પણ જાણ ન થતા જન સેવા અને કોસ્ટલ પોલીસ દ્વારા તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.