ભચાઉના શિકારપુરમાં દેશી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

copy image

ભચાઉ ખાતે આવેલ શિકારપુર નજીકથી દેશી બંદુક સાથે એક શખ્સને પકડી પાડવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શિકારપુરમાં રહેતા અમુક શખ્સો પાક રક્ષણ તેમજ શિકાર કરવા માટે પરવાના વગર આધુનિક હથિયારો તથા દેશી બંદૂક રાખે છે, જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવેલ. તે સમય દરમ્યાન ધોરીવાડી વિસ્તારથી શિકારપુર તરફ આવતા રસ્તા પર અયુબ અબ્દુલ સમા નામનો શખ્સ લૂંગીમાં વીંટાળીને કંઇક લઇ આવી રહ્યો હતો. જેથી પોલીસે તેની તપાસ કરતા રૂા,5000ની 46 ઇંચની દેશી બંદૂક મળી આવી હતી. આ મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.