ભુજમાં યુવતી પર દુષ્કર્મ ગુજારતા નરાધમ વિરુધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ભુજમાં યુવતીને લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં રહેનાર આરોપી જમીલહુસેન અનવર છારેજા ત્રણેક વર્ષ અગાઉથી અત્યાર સુધી ફરિયાદીને લગ્નની લાલચ વારંવાર મરજી વિરુદ્ધ જઈ શરીર સબંધ બાંધ્યા હતા. આ નરાધમે વારંવાર શરીર સબંધ બાંધી યુવતીને ગર્ભવતી કરી દીધી હતી. ત્યાંર બાદ આરોપીએ ગર્ભપાત નહીં કરાવે તો, તેમજ આ વાતની કોઈને જાણ થશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.