ગાંધીધામના કિડાણાનો માથાભારે શખ્સ કચ્છમાંથી તડીપાર
ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના માથાભારે ઈશમને કચ્છ તેમજ તેની આસપાસના જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ બિ-ડિવિઝન પોલીસ મથકે ગાંધીધામના કિડાણામાં રહેનાર લિયાજત ઉર્ફે લિયાકત કાસમ ચાવડા નામના શખ્સ સામે ચોરી, લૂંટ, મારામારી સહિતના પાંચ ગુના દાખલ હતા. આ ઈશમને તડીપાર કરવા અંગેની દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવતા તે મજૂર થઈ હતી જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી તેને કચ્છ તથા અડીને આવેલા અન્ય જિલ્લાઓમાંથી તેને તડીપાર કરાયો છે.