સૌથી અમીર ગણાતું માધાપર ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું
copy image

એશિયાનું સૌથી અમીર ગણાતું માધાપર ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું દેખાઈ રહ્યું છે. ખરાબ હાલતમાં પડેલા રસ્તા તેમજ ટૂટેલી ગટર લાઈનોના કારણે અનેક સ્થિતિઓ સર્જાય છે. આવા રસ્તાના કારણે તેમાં એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી. તો તંત્ર કેની વાટ જોઈ રહ્યું છે. અકસ્માત સર્જાવાની…? આવા ઉબડખાબડ રસ્તાઓના કારણે અનેક વડીલો, વિધાર્થીઓ અને મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરી અત્યારે ચોમાસામાં આ સમસ્યાઓમાં વધારો થઇ ગયો છે. ખાડાખાબોચિયામાં પાણી ભરાઈ જાય છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થાય છે. માધાપરમાં બે-બે સરપંચ હોવા છતાં આવી સમસ્યાઓ લોકોને ઘેરી રહી છે. તો તાત્કાલિક ધોરણે નવો રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.