સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ, ડ્રેનેજ સફાઈ સહિતની અવિરત કામગીરી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ બાદ સ્થિતિ સામાન્ય થાય તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ૩૨ જેટલા કર્મચારીઓ દ્વારા વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં રાત્રિના ૦૯ થી સવારના ૦૬ વાગ્યા સુધી સતત જેટિંગ, બકેટીંગ, સુપર સકર મશીન દ્વારા તમામ મેન હોલની સફાઈની કામગીરી કરવામા આવી હતી. વોર્ડ નં.૦૫માં એસ.પી.સ્કૂલની સામે સંસ્કાર સોસાયટીમાં તેમજ વોર્ડ નં.૧૦માં જોરાવરનગર રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.૦૨માં કૈલાશ પાર્ક નજીક મેઈન હોલની કામગીરી કરવામાં આવી હતી. ભક્તિનંદન સર્કલ પાસે દરબાર બોર્ડિંગ રોડ પર બ્લોક થઈ ગયેલ ડ્રેનેજ લાઈન સાફ કરી શરૂ કરવામાં આવી હતી.

રિપોર્ટર જયેશભાઇ મોરી