રાજસ્થાનમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ
copy image

રાજસ્થાનમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટનાના બની છે. બનાવને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજલદેસર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને આ બનાવ અંગે માહિતી મળતા ની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. આ વિમાન ફાઈટર જેટ જગુઆર હોવાનું અનુમાન લાગાવાઈ રહ્યું છે. જે ડેડબોડી મળી તે પાયલોટની હોવાના અહેવાલ લોકોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટના પાછળનું પૃષ્ઠ અને સચિત કારણ તેમજ આ વિમાનમાં કેટલા કેટલા લોકો સવાર હાથ તે હજુ સુધી સામે આવી શક્યું નથી.