અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે પરથી ટ્રક ટેલરમાં બનાવેલ ગુપ્ત ખાનામાં ચોરી છુપીથી લઈ જવાતો ગે.કા.ઇંગ્લીશ દારૂ સાથે એકની ધરપકડ

અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે ખોડીયાર ક્રુપા હોટલ પાસે રોડ પર એક ટ્રક ટેલરમાં બનાવેલ ગુપ્ત ખાનામાં ચોરી છુપીથી લઈ જવાતો ગે.કા.ઇંગ્લીશ દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૯૩,૬૦,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ. ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી-જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં ગુપ્ત ખાનાઓ બનાવી ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકક્સ બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના કરેલ.

જે અન્વયે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.જે.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી જે વાય પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પો.સબ.ઇન્સ શ્રી આર.એચ.ઝાલા નાઓએ એલ. સી.બી. તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા અલગ અલગ હાઇવે પર ખાસ પેટ્રોલીંગ ફરી શંકાસ્પદ વાહનો ચેકીંગ કરી ખાસ એકશનપ્લાન હેઠળ પ્રોહી જુગારની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ પાણસીણા પો.સ્ટે વિસ્તારમાં ખોડીયાર કૃપા હોટલ પાસે રોડ પરથી એક ટ્રક ટેલરમાં ગુપ્ત ખાનું બનાવી તેમા લઈ જવાતો ગે કા. ભારતીય બનાવટના વિદેશી દારૂ (૧) મેક ડોવેલ્સ નં.૧ ઓરીજનલ બલેનડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની દારૂની બોટલ નંગ-૧૫૩૬ કિ.રૂ.૧૬,૮૯,૬૦૦/- તથા (૨) રોયલ ચેલેન્જર ફાઇન રીઝર્વ પ્રીમીયમ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની દારૂની બોટલ નંગ-૫૧૨૪ કિ.રૂ.૬૬.૬૧,૨૦૦/- એમ કુલ બોટલ નંગ-૬૬૬૦/- કુલ કી.રૂ.૮૩,૫૦,૮૦૦/-નો પ્રોહી મુદામાલ તથા RJ-19-GB-9197 કી.રૂ.,૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૧૦,000/- એમ કુલ મુદામાલ કી.રૂ.૯૩,૬૦,૮૦૦/-નો મુદામાલ સાથે આરોપી ટ્રકનો ચાલક પકડી પાડી તેના વિરૂધ્ધમાં પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપી:-

ગોસાઇરામ સન/ઓફ મગારામ સુરતારામ સીયાગ જાટ

રહે, ગામ.નિમ્બલ કોટ, પન્નોની ધતરવાલોકી ધાણી થાના આર.જી.ટી. તા. નોકડા જી.બાડમેર રાજસ્થાન

પકડવાના બાકી આરોપી:-

(૧) માલ ભરાવી આપનાર- દેવારામ માલારામ સારણ રહે. ગામ કોસલુ તા. સીણધરી જી બાડમેર રાજસ્થાન

(૨) માલ ભરી ટ્રક નંબર RJ-19-GB-9197 લઇ અંબાલા ખાતે ચાલકને સોપનાર અજાણ્યોઇસમ રહે અંબાલા

(3) માલ મંગાવનાર અજાણ્યા માણસ

(૪) ટ્રક નંબર RJ-19-GB-9197 ના માલીક

(૫) રાહુલભાઇ મો.નં.૯૬૩૬૭૧૭૯૫૭

(૬) તપાસ દરમ્યાન ખુલે તે વિગેરે

  • કબજે કરેલ મુદ્દામાલની વિગત

(૧) ગે.કા.વિદેશી દારૂની મોટી બોટલ નંગ ૬૬૬૦/-કુલ કી.રૂ.૮૩,૫૦,૮૦૦/-નો પ્રોહી મુદામાલ

(૨) ટ્રક રજી નં.RJ-19-GB-9197 કી. રૂ.,૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ)

(3) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/-

એમ કુલ મુદામાલ કી.રૂ.૯૩,૬૦,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.જે.જાડેજા તથા પો.સબ ઇન્સશ્રી. જેવાય પઠાણ તથા પેસેલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પો સબ.ઇન્સ શ્રી આર.એચ.ઝાલા તથા સ્ટાફના પો.હેડ કોન્સ પ્રવિણભાઇ કોલા તથા પો.કોન્સ કૃણાલસિંહ ઝાલા તથા પો.કોન્સ વજાભાઈ સાનીયા તથા પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.ભરતભાઇ સભાડ તથા પો.હેડ કોન્સ.ભુપતસિંહ રાઠોડ તથા પો.કોન્સ ભગીરથસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્સ.યુવરાજસિંહ વાઘેલા તથા ડ્રાપો કોન્સ પ્રદ્યુમનસિંહ પરમાર તથા ડ્રા.પો.કોન્સ વિજયસિંહ રાઓલ એરીતેની ટીમ દ્વારા પ્રોહીબીશનનો કેશ શોધી કાઢવામાં આવેલ છે.