ગીરગંગા પરીવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયાએ ૧,૧૧,૧૧૧ જળ સંચય કરવાના કાર્યનો સંકલ્પ કર્યો છે.

જીવનમાં વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટે સમયાંતરે જળ સંચય માટે આયોજન થતાં હોય છે. ત્યારે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૮૦૦૦ થી વધુ જળ સંચયના કાર્ય સંપન્ન કર્યા છે.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પ કર્યો છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના જર્જરીત અને તુટેલા ચેકડેમો છે, તે રીપેર કરીને ઊંડા અને ઊંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે. તેમજ જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં ૧,૧૧,૧૧૧ ચેકડેમ રિપેરિંગ,ઊંડા,ઊંચા તેમજ નવા બનાવવા, રીચાર્જ બોર કરવા,ખેત તલાવડી કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી ૮૦૦૦ સ્ટ્રક્ચર થઈ ગયેલ છે.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.