ગુજરાત સુપર મોડલ 2025 – સીઝન 9 નો ભવ્ય આયોજન અમદાવાદ ખાતે

ગુજરાતમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય “યૂનિક ફેશન શો” દ્વારા આયોજિત “ગુજરાત સુપર મોડલ 2025” સીઝન 9 નું ભવ્ય ફેશન શો અમદાવાદના બોડકદેવ સ્થિત પ્રાઇડ પ્લાઝા હોટલમાં યોજાયું હતું.

આ શોમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શોમાં કુલ પાંચ કેટેગરીઓ રાખવામાં આવી હતી – મિસ, મિસિસ, મિસ્ટર, ટીન અને કિડ્સ.

વિજેતાઓ તરીકે મિસ કેટેગરીમાં માનસી ઠક્કર, મિસિસ કેટેગરીમાં નિધી તાણાવાલા, મિસ્ટર કેટેગરીમાં કૃષ જાધવ, ટીન કેટેગરીમાં યશવી પટેલ અને કિડ્સ કેટેગરીમાં હિયા ઠક્કરએ સફળતા મેળવી હતી.

આ ભવ્ય શોના આયોજક ગોપાલ શર્મા હતા, જેમણે અગાઉ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ યુનિક ફેશન શોના સફળ શોઝનું આયોજન કર્યું છે. શોના કોરિયોગ્રાફર તરીકે ડીપ્તિ વોરાએ જવાબદારી સંભાળી હતી, જે મુંબઇથી ખાસ આવી પહોંચ્યા હતા.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં ન્યાયાધીશો તરીકે ડૉ. સાગર અબિચંદાની, હીના રાજગોર અને શ્રેયા ધંધુકિયાએ સ્પર્ધકોની મૂલ્યાંકન કામગીરી નિભાવી હતી.

આ શો ગુજરાતના યુવા ટેલેન્ટને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે મજબૂત પ્લેટફોર્મ સાબિત થયો છે.

રીપોર્ટ બાય : અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.