ભુજના ધાણેટી નજીક પાણીના ટાંકામાં ડૂબી જતા સાત વર્ષીય બાળકીનું મોત
copy image

ભુજ ખાતે આવેલ ધાણેટી નજીક પાણીના ટાંકામાં ડૂબી જતા સાત વર્ષીય માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 11/7ના બપોરના અરસામાં ધાણેટીની સીમમાં આવેલી કેદાર કેઓલિન ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની સાત વર્ષીય બાળકી સરિતા રમતા રમતા પ્લાન્ટમાં બની રહેલ નવા ટાંકામાં વરસાદનું પાણી ભરાઈ જતા તેમાં ડૂબી ગઈ હતી. ઉપરાંત તેને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી પરિવારમાં ભારે ચકચારી મચી ગઈ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.