નખત્રાણાનો 24 વર્ષીય યુવાન પાણીમાં ડૂબી જતા મોત
copy image

નખત્રાણાનો યુવાન સીમનાં તળાવમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનવા અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નખત્રાણાના બેરુ રોડ નજીક રહેતો અને મજૂરી કરતો 24 વર્ષીય યુવાન દિનેશ મોહન કોલી પિયોણી સીમમાં આવેલાં તળાવમાં માછીમારી કરવા ગયો હતો. ત્યાર બાદ દિવસ દરમ્યાન તે પાણીમાં ડૂબી ગયો હતો. સાંજના સમયે તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.