ઝુરાના સીમ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર રેડ : 1.65 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓની અટક : 13 ફરાર

copy image

copy image

ઝુરાના સીમ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર રેડ પાડી એલસીબીની ટીમે 25 હજારની રોકડ સહિત છ ખેલીઓને ઝડપી લઈ 1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન 13 ખેલીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.  આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  હરિસિંહ શિવુભા જાડેજા, ઉમર જુમા સમેજા (રહે. બંને ઝુરા) તથા અકબર ગફુર શેખ (સુમરાસર) બહારથી ખેલીઓ બોલાવી નાલ ઊઘરાવી ઝુરાની  સીમમાં સોનવા ડેમની બાજુમાં જુગાર રમાડી રહ્યા છે. મળેલ બાતમીના  આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીથી  ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા, તેમજ વધુ 13 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડા રૂા. 25,440, ત્રણ મોબાઈલ કિં. રૂા. 20,000 તથા પાંચ મોટરસાઈકલ કિં. રૂા. 1,20,000 એમ કુલ રૂા. 1,65,440નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.