અબડાસાના વિંઝાણ વિસ્તારના ક્ષતિગ્રસ્ત કોઝવેને રીપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રવાહના લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રીપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
વરસાદ બાદ અબડાસા તાલુકાના વિંઝાણ વાડી વિસ્તારનો કોઝવે પાણીના ઓવરટોપિગના લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તેને બંધ કરવાની ફરજ પડી હતી. જોકે,પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી હતી. કોઝવે ઉપર માટી અને મેટલિંગ વર્ક કરીને તેને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ કોઝવે પરથી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.