૩ વ્હીલર પેસેન્જર વાહનોના માટે નવી સિરિઝ GJ-12- CU નું ભુજ આરટીઓ કચેરી દ્વારા ઓક્શન

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ કચ્છની કચેરી દ્વારા થ્રી –વ્હીલર(પેસેન્જર વાહનો)ની નવી સિરિઝ  GJ-12- CU માટે ગોલ્ડન અને સિલ્વર નંબર સહિત તમામ નંબરની નવી સિરિઝનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૯/૦૭/૨૦૨૫, સમય સાંજે ૦૪.૦૦ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧/૦૭/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૧/૦૭/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૩/૦૭/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર થ્રી વ્હીલર (પેસેન્જર વાહન) માટે રૂ.૮૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર થ્રી વ્હીલર માટે ફીના રૂ.૩૫૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૨૦૦૦ રહેશે. વધુ  વિગતો વેબસાઈટ https://vahan.parivahan.gov.in/fancy ઉપરથી મેળવી શકાશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.