કચ્છમાં સ્થાનિક શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે કચ્છના લોકો તરફથી છેલ્લી રજૂઆત કરાઈ

આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતો, SMC કમિટીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો અને ભરતીની રાહ જોતા બેરોજગાર યુવાનોના સમર્થન સાથે, કચ્છમાં કેટલાયે વર્ષોથી શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ગહન ચિંતા વ્યક્ત કરીએ છીએ. પૂરતા શિક્ષકોની ગંભીર અછતને કારણે કચ્છના બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર વચનો આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ સુસંગત કાર્યવાહી કરવામાં આવતી નથી. તાલુકા સ્તરે આટલી મોટી અછત હોવા છતાં, આપના તરફથી પણ કાયમી ઉકેલ માટે કોઈ પ્રયાસ થયો હોવાનું આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું નથી.

અમે આપ પાસે નીચેના મુદ્દાઓની સ્પષ્ટતા માગીએ છીએ: શિક્ષકોની કેટલી અછત છે? તે ક્યારે પૂર્ણ થશે? જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો બાળકોના શિક્ષણ પર શું અસર થશે? તેનું જવાબદાર કોણ? બાળકો કેવી રીતે ભણશે? જો પ્રાથમિક સ્તરે પાયો કમજોર રહેશે તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બનશે? ભવિષ્ય માટે તેઓ કેવી રીતે તૈયાર થશે? ઓદ્યોગિક કોઈ પણ જરૂરિયાત તો તાત્કાલિક આપના ધ્યાનમાં આવે છે અને તેનું નિરાકરણ પણ રાતો રાત થઈ જાય છે ત્યારે શિક્ષકની ઘટ માટે આપના તરફથી એક પણ ઉપર રજૂઆત ગઈ હોય તો જણાવશો. અમે આપને વિનંતી પણ કરીએ છીએ કે વારંવાર શિક્ષકોની બદલી થાય છે તેનું

કાયમી સમાધાન માટે આપની યોજના શું છે? અને સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી? તે પણ જણાવો. કચ્છના શિક્ષણને કેટલા દાયકા સુધી કથળતું રાખવાનું છે. તે પણ અમને જણાવો. જેથી કરીને કચ્છના શિક્ષણની જવાબદારી પણ રોજગારીની જેમ સામાજિક લેવલ પર લઈને અમે જે અમારી લડત લડી શકીએ સાથે આપ એક વખત કોઈ શાળામાં જઈને બાળકોનું બગડતું શિક્ષણ જોઈને અને શિક્ષકના મનની પીડા સાંભળવા માટે પણ આપ શાળાની મુલાકાત માટે જશો તેવી આપને વિનંતી છે.

જો આ બાબતે આપના તરફથી ઉચિત પગલાં અથવા ઉપરની સત્તાઓને રજૂઆત નહીં કરવામાં આવે, તો આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતોને જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી, ભવિષ્યમાં શાળા બંધ કરવાની નોટિસ જાહેર કરવી પડી શકે. ખાસ શિક્ષકોની ભરતી માટે સરકારે હજુ સુધી એવી સિસ્ટમ બનાવી નથી જેમાં વિદ્યાર્થીઓને કોર્ટના દરવાજા ખટખટાવવા ન પડે. યુવાનોનું શિક્ષક બનવાનું સપનું સરકાર અને અધિકારીઓ દ્વારા તોડાઈ રહ્યું છે, અને તાલુકા સ્તરે આ સ્થિતિ માટે આપ પણ જવાબદાર છો, કારણ કે આપની તરફથી રજૂઆત થતી નથી. અને રજૂઆત માટે શાળામાં જવાનો અને ત્યાંની સ્થતિ જાણવાનો આપની પાસે સમય પણ નથી.

અમે આપને નીચેના મુદ્દાઓને આધારે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરીએ છીએ. છેલ્લા કેટલાય સમયથી વિવિધ લોકો દ્વારા વિવિધ નાની મોટી રજૂઆત છતાં આપ સૌને સમાન્ય વ્યક્તિ, વિદ્યાર્થી કે શિક્ષકનો આવાજ સંભળાતો નથી. નીચેના બધા જ સંદર્ભ વિવિધ ન્યૂઝપેપર અને ભવિષ્યના શિક્ષક પાસેથી સાંભળી વાતો પરથી છે. જે પણ આપ અનુકૂળતા એ જોઈ કે સાંભળી શકો છો.

શિક્ષકોની અછત : અત્યારે કચ્છ જિલ્લામાં ૯૮૯૬ નું મહેકમ છે તેમાં ૩૦ થી ૩૫% જેટલી ઘટ છે. કેટલીએ શાળાઓ ઝીરો શિક્ષક, એક શિક્ષક કે ૩ ૪ શિક્ષકની ઘટ હોય તે રીતે ચાલી છે. તેમાંથી પણ કેટલાય શિક્ષકો હજુ બીજા જિલ્લાની બદલીની રાહ જોઈને બેઠા છે. જે કચ્છની ભરતી થતા જ નીકળી જશે તો કચ્છને તો ફરીથી નુકશાન જ થવાનું છે. આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે!? પણ અમારો જે પ્રશ્ન છે તે એક જ છે કે કચ્છમાં બધા જ પૂરતા શિક્ષકોની ભરતી ક્યારેય થશે પણ ખરી કે આ માત્ર સ્થાનિક શિક્ષકની ભરતી થશે તેવું મૃગજળ જ છે?

ગંભીર સમસ્યાઓ જે આપ જેવા અધિકારીને સાંભળવામાં રસ નથી અને કાન આડે હાથ રાખીને બેઠા છો. – કેટલાય દાયકાઓ થી કચ્છને પૂરતા શિક્ષક કેમ નહીં!? જાહેરાત બાદ શાળા ખુલ્યાને પણ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં શિક્ષક કેમ મળ્યા નથી?

સ્થાનિક શિક્ષક ની ભરતી કેમ નહીં? સ્પેશિયલ કચ્છની ભરતી કહીને આખા ગુજરાતને શિક્ષક આપવાનું શરૂ થઈ ગયું પણ કચ્છને કેમ નહીં?

કચ્છની ૧૯ સરકારી પ્રાથમિક શાળાઓ શિક્ષક વિના છે. તો હવે બાળકોને પ્રાઇવેટ શાળામાં જ ભણવાના છે? કે વ્યવસ્થા માં અન્ય શિક્ષક જશે કે જ્ઞાન સહાયકના જે ભરોશે શિક્ષણ ચાલશે જેમને પોતાને પણ પોતાની નોકરીની ચિંતા છે.

રાજ્યમાં ૨૧,૦૦૦ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત, ૧.૬૦૦ શાળાઓમાં ફક્ત એક શિક્ષક. તે માટે આખા ગુજરાતમાં ભરતી શરૂ થઈ ગઈ. તો કચ્છનો શું વાંક? કોઈ કાંઈ બોલે નહીં ત્યાં સુધી કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે?

૫,૦૦૦ પ્રાથમિક શાળાઓમાં રમવાનું મેદાન નથી, ૯,૦૦૦માં વર્ગખંડની અછત, ત્રણ વર્ષમાં ૧૫૧ શાળાઓ બંધ. તો આ જ રસ્તે કચ્છની પણ શાળાઓનો વિકાસ થવાનો છે?

લખપતની ૧૩ હાઇસ્કૂલોમાંથી ત્રણમાં શિક્ષક નથી, જ્ઞાન સહાયક પર નિર્ભર-કાયમી નોકરી કેમ નથી? અંતરિયાળ વિસ્તારને બીજું તો કાંઈ નથી આપી શકતા પણ શિક્ષક તો આપો જેથી એમનું વર્તમાન તો અધંકાર છે પણ ભવિષ્ય તો ઉજળું થઈ શકે.

બન્ની અને પશ્ચિમ વિસ્તારોમાં શિક્ષક અછતથી શિક્ષણ ખરાબ, ધોરણ ૮ પછી ડ્રોપઆઉટ વધે છે. સરકાર અને અધિકારીઓ ધોરણ ૧ માં પ્રવેશ ઉત્સવ કરે છે પણ હવે સમય છે દીકરીઓને કોલેજમાં પ્રવેશ ઉત્સવ કરાવવાનો એ આપ ક્યારે સમજશો?

૧૦૦થી વધુ શાળાઓમાં ફક્ત એક શિક્ષક, ઓછી હાજરી, ખાસ કરીને રાપર, ભચાઉ, લખપત અને બન્ની જેવા દૂરના તાલુકાઓમાં. ત્યાના શિક્ષણ માટે કોણ વિચારશે?

બંધ થયેલી શાળાઓ અને ઈન્ફાસ્ટ્રક્ચરની ચિંતાઓ:

૨૦૨૦-૨૦૨૩માં ગુજરાતમાં ૯ શાળા અને ૪૭ વર્ગો ઓછી નોંધણીને કારણે બંધ. ધીમે ધીમે કચ્છમાં પણ આપ આ જ રીતે આગળ વધવા માંગો છો?

કચ્છમાં ૬-૮ ધોરણ બંધ: રાપર (૨૫), ભચાઉ (૩૧), ભુજ (૨૮), માંડવી (૨૦), લખપત (૧૫), અબડાસા (૧૫), અંજાર (૭), નખત્રાણા (૭). તો હવે કચ્છના બાળકો માત્ર ધોરણ ૫ સુધી જ ભણે તેવું આપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે?

રાજ્યમાં ૫૪ અને કચ્છમાં ૩ પ્રાથમિક શાળાઓ કાયમી બંધ, ૨૦૧૭માં ૨૫ નાની શાળાઓનું વિલય. તો પ્રાઇવેટ શાળાઓમાં જ બાળકોને ભણાવવાના? તો સરકાર ને ટેક્ષ શા માટે આપવાનો?

બેરોજગારી અને નીતિના પ્રશ્ન:

કચ્છમાં 3,૦૦૦થી વધુ B.Ed. ના વિદ્યાર્થીઓ નોકરીની રાહ જુએ છે. તો એમને તકક આપવામાં કેમ નથી આવતી? કચ્છ ને સ્પેશિયલ ભરતી પહેલા એમના માટે જરૂરી પરીક્ષાઓ કેમ લેવામાં ન આવી?

ભરતી હજુ થઈ નથી તો બધા જ શિક્ષકો ને છૂટા કરવામાં કેમ આવ્યા? અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે તેનું જવાબદાર કોણ?

ત્રણ વર્ષથી ભરતીની જાહેરાતો, પરંતુ આગળ કેમ કોઈ કાર્યવાહી નહીં?

સ્થાનિક યુવાનોને રોજગાર મળે તો બાળકો સાથે તાદાત્મ્ય શક્ય- કચ્છમાં કચ્છ બાળકો બોલે છે અને શિક્ષકને તે તકલીફ પડે છે તો સ્થાનિક ને પ્રાથમિકતા કેમ નહીં?

  • કાયમી ભરતી સુધી હંગામી સ્થાનિક ભરતી કેમ નહીં, ૧,૦૦૦-૧,૫૦૦ યોગ્ય ઉમેદવારો તૈયાર છે. (TET/TAT પાસ, PTC/B.Ed. ૨૦૨૩ પછી) આટલા ઉદ્યોગો હોવા છતાં તેમના દ્વારા પણ આ તરફ મદદ માટે આદેશ કેમ નહીં?

ઉચ્ચ માધ્યમિકમાં ફક્ત ૧૦% કચ્છી શિક્ષકો-TET/TAT પાસ કચ્છીઓને કેમ નહીં?

૭૦% પ્રાથમિક શિક્ષકોને કચ્છી ભાષા નથી આવડતી અને બાળકોને માત્ર કચ્છી આવડે છે. તો એમના સાથે સારી રીતે શિક્ષણ આપી શકે તેવા શિક્ષક કેમ નહીં?

અમારી માંગણીઓ અને આંદોલન માટે તૈયારી

૨.૫૦૦ (૧-૫) અને ૧.૬૦૦ (૬-૮) વિદ્યા સહાયકની ભરતીના સમાચાર-ક્યારે? તારીખ કોણ અને ક્યારે જણાવશે?

સ્થાનિકોને અગ્રતા માટે રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. તો સ્પેશિયલ કચ્છની ભરતી માટે કેમ ખોટી જાહેરાત? 11:30

ખોટી જાહેરાત?

છૂટછાટથી ૧૦,૦૦૦ સ્થાનિક શિક્ષક બનવા તૈયાર. તો એમને કેમ તક આપવામાં નથી આવતી? એમનું ભવિષ્ય શું?

-ઉચ્ચ માધ્યમિકમાં 0 કે એક શિક્ષક વાળી પણ શાળાઓ ચાલતી હોય છે. ત્યારે બાળકોના ઉજવળ ભવિષ્ય ની આશા કેમ રાખવી?

જ્ઞાન સહાયકને સરકારી નોકરી કેમ નહીં? ડ્યુઅલ એક્ઝામ પાસ છતાં કોન્ટ્રાક્ટ જોબ કેમ?

બધાને ચિંતામાં રાખવાથી શિક્ષાનું સ્તર કઈ રીતે સુધરશે?

અમે ગ્રામ પંચાયતો, SMC, સંસ્થાઓ, આગેવાનો અને શિક્ષક ભરતી ની રાહ જોતા યુવાનોનો સમર્થન મળ્યો છે. અને તે બધાને સાથે રાખીને અમારી ભવિષ્યની યોજના નીચે મુજબ છે.

88

૨૧/૦૭: જિલ્લા સ્તરે રજૂઆત/કાર્યક્રમ.

૨૮/૦૭: રાજ્ય સ્તરે રજૂઆત/કાર્યક્રમ.

૦૪/૦૮: ગ્રામજનો સાથે સંવાદ, શાળા બંધનું એલાન-ગુરુ વિના બાળકો ભણશે કેવી રીતે?

આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ સમાધાન અને સકારાત્મક પહેલ માટે પ્રતિબદ્ધ છે. SMC મંજૂરી પછી, અમે ૩૫ ગામની ૩૫ શાળાઓમાં શિક્ષક નિમણૂક કરીશું. શિક્ષણ એ માત્ર શિક્…