“માનફવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોષી, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, અમુક ઇસમો રતિયા ગામની સીમમા આવેલ આશાબાપીરની દરગાહ પાસે ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ગંજીપાના વડે અલગ-અલગ બે પળો માંડી તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા નીચે મુજબના ઇસમોને નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ ઇસમો :-
- દાઉદ ઉમર કેવર ઉ.વ. ૫૫ રહે. સેન્ટ્રલ જેલ પાછળ મછીયારા ફળીયુ ભુજ
રમજુ સાલેમામદ જીએજા ઉ.વ. ૬0 રહે. મલેક ફળીયુ પોલીસ હેડ કવાર્ટર પાસે ભુજ
અબ્દુલગની ઇસ્માઇલ મોગલ ઉ.વ. ૫૭ રહે. સંજોગનગર મોટાપીર ચોકડી પાસે ભુજ
- હસન અબ્દુલ્લા સુમરા ઉ.વ. ૬૫ રહે. સુમરાડેલી આશાપુરા રીંગરોડ ભુજ
- રજાક અબ્બાસ આરબ ઉ.વ. ૪૩ રહે. ક્રિષ્ના પેટ્રોલ પંપ પાછળ ફતેહમામદ હજીરા પાસે ભુજ
- જુસબ આમદ ઘાંચી ઉ.વ. ૫૬ રહે. ઘાંચી ફળીયુ સુમરાડેલી પાસે ભુજ
આસીફ ઇશાક ઘાંચી ઉ.વ. ૪૫ રહે. ઘાંચી ફળીયુ સુમરાડેલી પાસે ભુજ
- લાલજી નારાણદાસ જોષી ઉ.વ. ૭૧ રહે. પ્રભુનગર-૨ કોડકી રોડ ભુજ
- અબ્દુલગની ફકીરમામદ ઘાંચી ઉ.વ. ૫૬ રહે. જી.આઇ.ડી.સી. હંગામી આવાસ ભુજ
- ઇબ્રાહીમ જુણસ ઘાંચી ઉ.વ. ૬૨ રહે. ઘાંચી ફળીયુ સુમરાડેલી પાસે ભુજ
- મોહમદ રફીક અબ્બાસ આરબ ઉ.વ. ૪૯ રહે. ક્રિષ્ના પેટ્રોલ પંપ પાછળ ફતેહમામદ હજીરા પાસે ભુજ
અબ્દુલગની ફકીરમામદ અજડીયા ઉ.વ. ૫૩ રહે. સંજોગનગર ખાનપાન સેન્ટર પાછળ ભુજ
: કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપીયા – રૂા. ૨૩,૦૪૦/-
- ધાણીપા ગંજીપાના નંગ-૧૦૪, કી.રૂ.૦૦/-
- મોબાઈલ ફોન નંગ-૦૮, કી.રૂ.૨૭,૦૦0/-
એમ કુલ્લે કી.રૂા. ૫૦,૦૪૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માનકુવા
પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.