રાપરના ડાવરી નજીક બાઈક સ્લીપ થવાના કારણે યુવાને જીવ ખોયો

copy image

રાપર ખાતે આવેલ ડાવરી નજીક બાઈક સ્લીપ થવાના કારણે એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના રતનપર ખડીરમાં સામજી બેચર વરચંદના મકાનમાં કામ ચાલતું હોવાથી શૈલેન્દ્રસિંઘ ઉદયવિરસિંઘ તોમર અને હતભાગી એવો સત્યેન્દ્ર મુલાયમસિંહ તોમર ત્યાં જ મજુરી કામ કરી ત્યાં જ રહેતા હતા. ગત તા. 13/7ના રોજ તેઓ બંને ટાઈલ્સ ફિટીંગનું કટીંગ પટ્ટો લેવા માટે બાએક પર ગયેલ હતા. જ્યાં આ બંને ડાવરી રવેચીનગર વચ્ચે પહોંચ્યા હતા તે દરમ્યાન વળાંક આવતા બાઈક સ્લીપ થઈ ગયેલ. આ બનાવમાં ગંભીર ઇજાઓના કારણે ચાલક સત્યેન્દ્રનું મોત નીપજયું હતું.