અંજારમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ દબોચાયા

copy image

અંજારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે પકડી પાડયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજારમાં લક્ષ્મી ટોકિઝ પાછળ કોળીવાસ શેરીમાં અમુક ઇસમો ગંજીપાના વડે પોતાનું નશીબ અજમાવી રહ્યા છે. જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી આ ત્રણેય શખ્સોને રોકડ રૂા;1900 સાથે ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી આદરી છે.