ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર સી.એ. વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશિપ મેળાનું આયોજન

સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક મૌલિક અને વ્યવસ્થિત પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે, જ્યાં પ્રથમ વર્ષના સી.એ. વિદ્યાર્થીઓ અને આર્ટિકલશિપ શોધતી કુર્મોને એક મંચ પર લાવવામાં આવશે.

શહેરમાં સૌપ્રથમવાર યોજાઈ રહેલા આર્ટિકલશિપ મેળાના કાર્યક્રમ વિશે વિગતો આપતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સીએ રૂષભ શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સોમવાર, 14 જુલાઈ 2025ના રોજ CAAA ના પ્રાંગણમાં યોજાવાનો છે.