મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાગડના પ્રાણ સમસ્યાઓનું નિરાકરણ કરવા પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ કરી માંગ
ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ રૂપે વાગડના પ્રાણ સમસ્યાઓનું વાગડના લોકોના હિતાર્થે નિરાકરણ કરવા પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ કરી માંગ.
રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ જનતાના બોલંદ અવાજ એવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ આજ રોજ મુખ્યમંત્રીને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ રૂપે વાગડની પ્રાણ સમસ્યાઓ જેવી કે વગડ વિસ્તાર સહીત સમગ્ર કચ્છમાં શિક્ષણ આપનાર શિક્ષકોની જ મોટી ઘટ છે જેને વિદ્યાર્થીઓના ભાવી ભવિષ્યના હિતાર્થે કાયમી નિરાકરણ કરવામાં આવે. (૧) રાપર શહેરમાં આડેધડ રખડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા (૨) રાપર તાલુકા મથકે DYSP નું પોસ્ટીંગ આપવામાં આવે. (૩) વાંઢોમાં ૨૪ કલાક જ્યોતિગ્રામ તળે વીજળી કરણ કરવામાં આવે. (૪) વાગડમાં શિક્ષકોની ઘટ અંગેની મુખ્ય સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. (૫) વાગડમાં રોડ રસ્તાઓની હાલત પણ કફોડી છે.વાગડના રસ્તાઓ માટે આપવામાં આવતા બજેટ ની તટસ્થ તપાસ કરવામાં આવે.જેથી રોડ રસ્તાઓના કામમાં થતાં ભ્રષ્ટાચાર રોકી શકાય.(૬) વાગડના લોકોને રેલ્વે સુવિધાથી કોના વાંકે અને શું કામે વંચિત રાખવામા આવ્યો છે (૭) છેલ્લા ઘણા વર્ષોથી રાપર શહેર અને તાલુકામા ઘર કરી ગયેલ પાણીની સમસ્યા માટે નંદાસર કેનાલ પાસે RCC સ્ટોરેજ બનાવવામાં આવે જેથી લોકોને થતી હાલાકી નિવારી શકાય.સદર બાબતે આપશ્રી પાસે પણ વારંવાર રજુઆત કરેલ છે. (૮) વાગડના વિવિધ ગામડાઓને જ્યાં નર્મદા કેનાલ નું પાણી ઉપલબ્ધ થતું નથી તેવા તમામ ગામોને SSNL દ્વારા નર્મદાના નીર આપવામાં આવે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. (૯) વિશ્વનું ૪૦ મુ ધરોહાર અમારી પાસે છે પરંતુ સુવિધાના નામે મીંડું.માટે સુવિધાઓ વિકસાવવા માં આવે.(૧૦) રાપર શહેર માં સિટી સર્વે કરી વિવિધ વિસ્તારોની આકારણી કરી સરકારી લાભો આપવા બાબત. (૧૧) રાપર-ચિત્રોડ સ્ટેટ હાઇ-વે ઉપર આવેલ ચિત્રોડ ફાટક ઉપર પુલ (બ્રીજ) બનાવવા બાબત.(૧૨) પંડિત દિન દયાલ વ્યાજબી ભાવની દુકાન ખાતે દર મહિને ખાદ્ય તેલ આપવા બાબત.(૧૩) દિન પ્રતિદિન વધી રહેલ દુષ્કર્મ અંગે ની સજાનો કડકમાં કડક કાયદો બનાવવા બાબત. (૧૪) રાપર તાલુકા મથકે અત્યાધુનિક સાયબર નિષ્ણાત (cyber specialist) ની કચેરી બનાવવા બાબત. (૧૫) રાપર શહેર મધ્યે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ રાપર) ખાતે કાયમી ડોકટરની નિમણૂક કરવા. (૧૬) રાપર શહેરમાં છેલ્લા ૧ વર્ષના વધારે સમયથી અન્નપુર્ણા યોજના ચાલુ ન હોઈ સત્વરે ચાલુ કરવા બાબત. (૧૭) રાપર અને ભચાઉ તાલુકાનાં અબોલ જીવોના મોતકાંડ ની તટસ્થ તપાસ કરવા સહિત પશુપાલકોને થયેલ નુકશાની અંગેનું યોગ્ય વળતર આપવા આમ આપના જન્મદિવસ નિમિત્તે આ વાગડ ની અતિ આવશ્યક અને જરૂરી સમસ્યાઓ નું કાયમી ધોરણે નિરાકરણ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ સરકાર સમક્ષ માંગ કરી હતી