ભુજ તાલુકાનાં સુખપર ગામે સોઢાવાસ વિસ્તારમાં માનકુવા પોલીસે રેડ પાડી ચાર ઇસમને જુગાર રમવાના આરોપસર રૂ. 11,910 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. ઝડપાયેલા ઇસમોમાં માવજી ધનજી હિરાણી, કાનજી પ્રેમજી વેકરીયા, રતન લાલજી ખેતાણી અને પ્રેમજી અરજણ ગોરસિયાને સમાવેશ થાય છે. ઇસમો પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 17,410 ની માલમતા જપ્ત કરી ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યુ હતું.