Skip to content
ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામે ચાલી રહેલ જુગારના અડ્ડા પર તાલુકા પોલીસે રેડ પાડી જુગાર રમતા 31 પત્તા પ્રેમીઓને રૂપિયા દસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઇ બાટવા, પી.કે.સૈની સહિતનાઓ પૂર્વ બાતમીના આધારે પાચીયાવદર ગામે ઓમદેવસિંહ યોગરાજસિંહ ઉર્ફે ભયલુભા ઝાલાની વાડીએ રેડ પાડી જુગાર રમતા યનુશ આમદભાઇ નોતીયાર, કાસમ બાવાભાઇ લાખાણી, ગોવિંદ અરજણભાઇ બેડીયાવદરા, કરશન માલાભાઇ ચાવડા, સોમા ચકાભાઇ સખીયા, રસિક સવજીભાઇ કાલરીયા, મનસખુ ભવાનભાઇ ચાવડા, મધુ બચુભાઈ વોરા, લાખું કેસાભાઇ ચાવડા, ભરત છગનભાઇ કુબાવત, રસુલ રઝાકભાઇ લીંગડીયા, નારણ ધવરાભાઇ ડાંગર, સોહીલ ઇકબાલભાઇ લાખાણી, આબીદશા હુશેનશા શાહમદાર, વિરમ ખીમાભાઇ ભારવાડીયા, ભીખુ બટુકભાઇ ગાવદરા, મનસખુ મોહનભાઇ મોલાડીયા, હમીર કેશુભાઈ કરાંગીયા, બાબુ અભાભાઇ દલવાડી, વિનોદ છગનભાઇ જેઠવા, મનોજ ભોજાભાઇ સોંદરવા, ભાવિન રમેશભાઇ ગેડીયા, મુસા ઓસમાણભાઇ આદમાણી, જીતેન્દ્ર જમનાદાસ સદાવ્રતી, ધર્મેશ સવજીભાઇ પીપળીયા, સંદીપ અશોકભાઇ રાંગાણી, નાગદાન ગોલણભાઇ જળાં, બશીરશા વલીશા આદમાણી, વિજય બાબુભાઇ ભાયાણી, સોહીલ રજાકભાઇ આદમાણી, અનિરુદ્ધસિંહ બળવંતસિંહ જાડેજા સાહિતનાઓ રોકડ રૂ.2,09,990 તેમજ મોબાઈલ, વાહન મળી કુલ રૂ.9,68,290 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી તેમજ વાડી માલીક ઓમદેવસિંહ યોગરાજસિંહ ઉર્ફે ભયલુભા ઝાલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.