ગાંધીધામ શહેરના 7-બી વિસ્તારમાં આવેલા એક બંધ ઘરના તાળાં તોડી તસ્કરોએ તેમાંથી રૂ. 45,000 ની મતાની તસ્કરી કરી હતી. શહેરના ગુરુકુળ 7-બી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 64, ટેનામેન્ટ નંબર 8માં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ ઘરમાં રહેનારા રાજેશ મોહન પટેલ બહાર ગામ ગયા હતા. દરમ્યાન તસ્કરોએ કળા કરી હતી. પોલીસે જણાવ્યુ હતું કે, આ બંધ ઘરના તાળાં તોડી તસ્કરો તેમાંથી એક એલઇડી ટીવી, હોમ થિયેટર અને સીપીયું એમ કુલ 45,000 ની મતાની તસ્કરી કરી નાસી ગયા હતા. તસ્કરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.