ખાનગી ટ્યૂશન ક્લાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે
copy image

કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યૂશન ક્લાસીસ અસ્તિત્વમાં આવેલા છે. આ ટ્યૂશન ક્લાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટ્યૂશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિર્નીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન કલાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવલું છે અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદા વ્યવસ્થાને લગતાં પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટ્યૂશન કલાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટ્યૂશન કલાસના મકાનની આસપાસ આવેલા રહીશો પણ વિદ્યાર્થીઓની સતત અવર-જવરથી પરેશાન થાય છે. ટ્યૂશન કલાસના સંચાલકો તરફથી વિદ્યાર્થિઓની શારીરિક છેડતી થતી હોવાની બાબતે પણ રજૂઆત થઈ છે. આમ તમામ બાબતોને ધ્યાને લેતા કચ્છમાં ચાલતા ટ્યૂશન કલાસો માટે ચોક્કસ સમય રાખવો જરૂરી જણાય છે.
આથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટ્યૂશન કલાસીસ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦