ઔદ્યોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી,  વીજળી,  રહેણાંક અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

       રાજ્યમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજૂરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે બળાત્‍કારના ભોગ બનનાર મહિલાઓ અને મજૂરોને સંબંધિત મજૂર ઠેકેદાર દ્વારા બાંધકામના સ્‍થળે પીવાના પાણી,વીજળી, શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવતી નથી. જેથી આ પ્રકારના પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા-મજૂરો અને તેમના નાબાલિક બાળકો બળાત્‍કારના ભોગ બને તેવી સંભાવના રહે છે.

                કચ્છમાં ભૂકંપ પછી મોટી સંખ્‍યામાં ઔદ્યોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્ટ્રાક્ટર્સ તરફથી મળે તે જોવું ઈચ્‍છનીય છે.

                આથી કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સંહિતાની કલમ ૧૬૩ અન્વયે કચ્છમાં મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતાં મજૂરોને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂડી પાડવાની રહેશે.

ભારતીય નાગરિક સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મકની જોગવાઇઓ ધ્યાને લઇને આ જાહેરનામાનો ભંગ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ અન્વયે ગુના હેઠળ જાહેરનામાથી તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાનાં અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ ઉપરના કર્મચારીઓની રહેશે.

                આ હુકમ સમગ્ર કચ્છ જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી                                                                        ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦