ભુજ તાલુકાનાં ચકાર ગામની સીમમાંથી ગામના નવીનભાઈ કોળીને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આપેલી વિગતો અનુસાર 37 વર્ષીય નવીન પાસેથી પરવાનગી વગરની હાથ બનાવટની દેશી બંદૂક જપ્ત કરાઇ હતી. તેની સામે હથિયાર ધારા તળે ગુનો દાખલ કરાયો હતો. પધ્ધરના ફોજદાર એફ. જે. રાણા સાથે સ્ટાફના સભ્યો આ તપાસમાં જોડાયા હતા.