અદાણી ફાઉન્ડેશન-મુંદ્રા દ્વારા વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ


૪૦ પ્રકારના સ્વદેશી સેપાઓથી લીલુછમ જંગલ ઉભુ થશે
મુંદ્રા, ૧૭ જુલાઈ ૨૦૨૫: અદાણી ફાઉન્ડેશન મુન્દ્ર અને આસપાસના વિસ્તારોને હરીયાળા બનાવવા અવિરત કાર્યરત રહ્યું છે. બુધવારે મુંદ્રા તાલુકાના વિરાણીયા ગામમાં મહત્વપૂર્ણ વનીકરણની પ્રોજેક્ટનો શુભારંભકરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ પ્રદેશમાં પાંચ હજાર વૃક્ષો વાવી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવશે. સુંદર વનીકરણ યોજના માટે લોકોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવા ચાર એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે. તે માટે સંપૂર્ણ સફાઈ, ખેડાણ, વાડ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે. ઉપજાઉ જમીન પર લગભગ ૪૦ પ્રકારના વિવિધ સ્વદેશી ફળ, કૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવશે તેનાથી પક્ષીઓ માટે વર્ષભર ફળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને સમુદાયને ઔષધીય વૃક્ષોના લાભો સહિત વિપુલ પ્રમાણમાં ઓક્સિજન પલબ્ધ થશે.
આ પ્રસંગે મુંદ્રાની આસપાસ આવેલ વિસ્તારના અગ્રણી મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. વિરાણીયા ગામના પ્રકૃતિપ્રેમી સરપંચ શક્તિસિંહ જાડેજાએ વનીકરણ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે “તે પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનશે. પક્ષીઓનો કિલકિલાટ એ વૃક્ષોનો અવાજ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉભા કરાયેલા ગાઢ જંગલની અમે ખંતથી સંભાળ રાખીશું.”
અદાણી ફાઉન્ડેશનના સીએસઆર વડા પંક્તિબેન શાહે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, “ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં વૃક્ષો માનવ કરતાં વરિષ્ઠ છે. આજે જો કોઈ ઋષિ ઉપનિષદ લખવાનું વિચારે તો તેઓ પર્યાવરણ જૈવવિવિધતા અને પોષણ શૃંખલાના વ્યાપક અર્થને સમાવતું ‘વૃક્ષોપનિષદ’ બનાવી શકે છે”.
અદાણી ફાઉન્ડેશન આવા વૃક્ષ મંદિરો બનાવવા માટે ગ્રામજનો સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. ગ્રામજનો અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ત્રણ વર્ષમાં વૃક્ષો અને પક્ષીઓના કિલકિલાટથી ભરેલું એક લીલુંછમ જંગલ બનશે. વિરાણીયા અને ટોડા વચ્ચે વધુને વધુ વૃક્ષારોપણ અને તેની માવજત કરવાનો સંકલ્પ ગ્રામજનોએ ઉત્સાહથી સ્વીકાર્યો હતો.
adani Foundation
હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે. અગાઉ દેશલપર કંઠી ખાતે લગભગ 40 એકરમાં જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવાની દિશામાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.