“પહેલો સગો પાડોશી” આ કહેવતને ખોટી સાબિત કરતો બનાવ ભચાઉમાંથી સામે આવ્યો

copy image

copy image

ભચાઉમાં પડોશમાં જ રહેતા મહિલા અને તેના દીકરાએ મહિલાને માર મારી સોનાની ચેઇન ઝૂંટવી નાશી ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;12/7ના ફરિયાદી કોઈ કામથી ઘરથી બહાર નીકળ્યા હતા. તે સમય દરમ્યાન પડોશમાં રહેતા આરોપીએ ફરિયાદી મહિલાને ગાંડી ઘરની બહાર નીકળી તેમ કહેતા ફરિયાદીએ ગાંડી કેમ કહો છો એવું બોલતા આરોપી ઉશ્કેરાઇ ગઇ હતી, અને પાઇપ લઇ આવી ફરિયાદીને માર માર્યો હતો. ત્યાર બાદ આરોપી મહિલા અને તેનો દીકરો ફરિયાદીના ઘરમાં ઘૂસી ઇંટ વડે માર મારી તેની ચેઇન ઝૂંટવી લીધી હતી. અને બાદમાં બંને આરોપી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે.