રાપરના મૌવાણા નજીક અબોલ જીવને હડફેટે લઈ ચાલક થયો ફરાર : ગાડીમાં તપાસ કરતાં દારૂ નીકળી પડ્યો

copy image

copy image

રાપરના મૌવાણા અને વૌવા વચ્ચે કાર ચાલકે ઊંટને હડફેટે લીધા બાદ કાર રોડથી નીચે ઉતરી જતાં આ કારણો ચાલક નાસી છૂટ્યો હતો જ્યારે આ શખ્સની કારની તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૌવાણાના સીમ વિસ્તારમાં ચેકપોસ્ટ પર પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એક કાર ચાલક ત્યાંથી નીકળેલ અને થોડી વાર બાદ અને રોડની વચ્ચોવચ્ચ અકસ્માતથી એક ઊંટનું મોત થયું હોવાની જાણ થતાં આ બંને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં એક ઊંટ અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલ હતો. અને આગળ જોતાં રોડ નીચે ઉતરેલી સ્કોર્પિયો ગાડી નીચે ઉતરેલી પડી હતી. વધુ તપાસ કરતાં કાદવમાં ખૂંપેલી આ કારનો આગળનો ભાગ અકસ્માતગ્રસ્ત જણાયો હતો. આ કારની તપાસ કરતાં તેમાંથી જુદી જુદી બ્રાંડનો કુલ કી.રૂા. 29,920નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ છાનબીન હાથ ધરી છે.