ભુજના અમુક વિસ્તારમાં વિધવા સહાય મેળવતા બેહાનોએ હયાતીની ખરાઈ કરાવવા અપીલ
ભુજ શહેર તાલુકાના માધાપર, મીરઝાપર, સુખપર વિસ્તારના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તળે વિધવા સહાય મેળવતા લાભાર્થી બહેનો એ તે સહાય ચાલુ રખાવવા ખુદની હયાતીની ખરાઈ કરાવવાની હોઈ, ઉક્ત વિસ્તારના લાભાર્થી બહેનોને હયાતીની ખરાઈ કરાવવા માટે મામલતદાર ભુજ શહેરની કચેરી, ન્યુલોટસ રીંગરોડ, પહેલા માળે રૂમ નં.૪ મધ્યે લાભાર્થી બહેને રૂબરૂ આવી આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટૉ તા.૩૧/૭/૨૦૨૫ સુધી જમા કરાવી અને ખરાઈ કરાવી જવા અપીલ કરવામાં આવે છે.