કચ્છમાં લૂંટારા બન્યા બેફામ : સુખપરમાં  ન્યૂઝ પેપરની ડિલિવરી વેનના ચાલકને છરીની અણીએ લૂંટી લેવાયો

copy image

copy image

કચ્છમાં લૂંટારા બેફામ અને નીડર બની ચૂક્યા છે, ત્યારે આ વાક્યાતને સાચો સારર્થક કરતો બનાવ ભુજના સુખપરમાં બન્યો છે. જેમાં રાત્રીના સમય દરમ્યાન `કચ્છમિત્ર’ ન્યૂઝ પેપરની ડિલિવરી વેનના ચાલક પર હુમલો કરી લૂંટ મચાવવામાં આવેલ હતી. આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, આ લૂંટ  અંગે પરેશભાઇ ઉર્ફે વિનુમારાજ ગોર દ્વારા માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની ઇકો ગાડીમાં  પોતે કચ્છમિત્ર પ્રેસથી ન્યૂઝ પેપર ભરી વર્માનગર સુધીનાં ગામોમાં ડિલિવરી કરવા અર્થે નીકળેલ હતા. જેમાં વહેલી પરોઢે ત્રણ વાગ્યે  સુખપર પહોંચતાં ત્યાં ઓટલા ન્યૂઝ પેપરના પાર્સલ મૂકતાંની સાથે જ બાઈક પર બે શખ્સો આવેલ અને ફરિયાદીના ગળા ઉપર છરી મૂકી અને ધમકાવવા લાગ્યા હતા. આ લૂંટારાઓએ ફરિયાદી પાસેથી છરીની અણીએ રોકડા રૂા. 7000 તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી મોબાઇલની લૂંટ આંચરી હતી.  આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.