ભુજ: અંજારના અજેપાળ મંદિરની સામે ખુલ્લામાં જુગાર રમી રહેલા 3 ઇસમોને પોલીસે રોકડ રૂ.૧૨ હજારની મતા સાથે પકડી પાડ્યા હતા. અંજાર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અજેપાળ મંદિર સામે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ધરમશી નાનાલાલ જેઠવા (રહે.મકાન નંબર.૪૦, અજેપાળ નગર જેસલ તોરલની બાજુમાં, અંજાર), ઈશ્વર સુમાર મંગરીયા(રહે. નગરપાલિકાની કચેરીની સામે,રામદેવપીરના મંદિર નજીક,અંજાર)ને તથા જયંતિ વિસનજી ઠક્કર (રહે. પરબિયા ચોકની બાજુમાં, અંજાર)ની અટક કરાઇ હતી. દરોડા દરમ્યાન રોકડ રૂ.૧૨,૧૩૦ મળી આવ્યા હતા. તમામ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશને જુગારધારાની કલમ તળે સરકાર તરફે જયુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.