સુરત: વરાછામાં નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા એમ્બ્રોયડરી ખાતેદારના ઘરમાંથી એક તસ્કર રોકડા અને દાગીના મળીને કુલ રૂ. ૩.૯૨ લાખની માત્તા તસ્કરી કરીને ભાગી છૂટ્યો હતો. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા શૈલેશ જવર ઘોરી એમ્બ્રોયડરીના વ્યવસાય સાથે જોડાયેલ છે. શનિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન અજાણ્યો શખ્સ તેમના ખુલ્લા ઘરમાં ઘૂસીને કબાટમાંથી રોકડા ૧.૫૭ લાખ રૂપિયા,સોનનું બ્રેસલેટ,સોનાની ચાર વીટી,સોનાની ચેઇન,સોનાનું પેન્ડલ, ચાર ઘડિયાળ મળીને કુલ રૂ. ૩.૯૨ લાખની મત્તા તસ્કરી કરીને ભાગી છૂટ્યો હતો. ચોરે મોઢે રૂમાલ બાંધેલો હતો. ચાર સીસી કેમેરામાં કેદ થયો છે. શૈલેશ ઘોરીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ તસ્કરીની ફરિયાદ નોંધાવી છે.