Skip to content
રાજકોટ: જસદણના ભડલી અને કમળાપૂર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૩ ઇસમોને પકડી પાડ્યા હતા.પહેલા દરોડામાં જસદણના ભડલી ગામે જસદણ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વલ્લભ કુબેરભાઈ સાંકળીયા,કોળી, પ્રવીણ કલયાણભાઈ મકવાણા,કોળી, મોહનસિંહ ખેંગારજી જાડેજા, ભિખા કડવાભાઇ કોળી, મનસુખ રણછોડભાઇ કોળી, ધૂધા ભરાભાઈ કોળી, વિઠલ મેરામભાઇ કોળી, ઉદય મનુભાઇ કાઠી રે.તમામ ભડલીને રોકડા રૂ. ૧૯૧૬૦ અને ગંજીપતા સાથે ઝડપી પાડી ધોરણસરની તપાસ કરી હતી. તેમજ બીજી દરોડામાં ભાડલા પોલીસે કમળાપૂર ગામેથી ઢોકળવા ગામ તરફથી રસ્તે લખમણભાઈ બચુભાઇ રામાણીની વાડીએ દરોડો પાડી જુગાર રમતા લખમણ બચુભાઈ રામાણી પટેલ, અરવિંદ નથુભાઇ બોઘરા, ધીરુ મોહનભાઇ કોળી તથા મનીષ લાખાભાઇ રામાણી,પટેલ રે. બધા કમળાપૂરે રોકડા રૂ.૧૦,૭૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.