અમરેલીમાં સાંજના અરસામાં સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે ચોક્કસ બાતમીના આધારે એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેથી અશોકભાઇ રતીલાલભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.અમરેલી લીલીયા રોડ બાયપાસ રોકડીયા હનુમાન મંદિર પાસે, જય માતાજી પાન પાછળ તા.જી.અમરેલી વાળાને જે કરતા તેમની પાસે રહેલા થેલામાંથી પરપ્રાંતીય શરાબની ૨૪ બોટલ સાથે પકડી લીધા હતા. આ શરાબ ઝડપાયાની વિગત મુજબ આ અશોકભાઈએ ગેરકાયદેસર વગર પાસ પરમીટે પોતાના કબ્જાના બે વિમલના કાપડના થેલાઓમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ શરાબ પાર્ટી સ્પેશ્યલ કંપનીની રેર વ્હિસ્કી ૭૫૦ એમએલની કંપની રીંગ પેક બોટલ નંગ-૨૪ ની કિંમત રૂ.૯,૬૦૦ ની તથા બે વિમલના થેલાઓ મળી કુલ કિંમત રૂ.૯,૬૦૦ ના મુદામાલ પકડી પાડી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ધોરણસરની તજવીજ હાથ ધરી છે.