Skip to content
ભાવનગર ચોગઢ ઢાળથી ચોગઢ ગામ જવાના રસ્તેથી શખ્સ કાસમભાઈ પુનાભાઈ ખારોઈ ઉ.વ.૫૦ રહેવાસી મુળ ગામ ચોબારી તા. ભચાઉ જી. કચ્છી હાલ ગામ ઝુંમર તા. ધંધુકા જી. અમદાવાદ વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા શરદભાઈ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજુભાઈ ભલાભાઈ જોડાયા હતા.