જેતપુરના ધોરાજી રોડ ઉપર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે એક ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જુદીજુદી વિદેશી બ્રાન્ડની ચોવીસ નંગ બોટલ કિંમત રૂ.૧૦,૮૦૦ સાથે કુલ ૧૫,૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટકાયત કરી હતી. જેતપુરના ધોરાજી રોડ રેલ્વે ફાટક પાસેથી એક ટ્રકમાં અંગ્રેજી દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે ટ્રકની તલાશી કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાંન્ડની બોટલ નંગ ૨૪ કિંમત રૂ.૧૦,૮૦૦ મળી આવતા પોલીસે શખ્સ ટ્રક ચાલક અજય ખીમજીભાઈ મકવાણા રહે જામનષર વાળાની ટ્રક સહિત કુલ ૧૫,૧૦,૮૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.