ગાંધીધામમાં અજાણ્યા ઈસમો દ્વારા લુંટના ઈરાદે ફરીયાદી ઉપર છરીઓથી ઈજા કરી જીવલેણ હુમલો કરી નાશી જનાર આરોપીઓની ગણતરીના કલાકોમાં થઈ ધરપકડ

ગઈડાલ તા.૨૧/૦૭/૨૦૨૫ ના રોજ આ ડામના ફરીયાદી રાજુભાઈ ૨સીકભાઈ ઠડડર પાસે રહેલ રૂપિયા ૧૨ લાખ રોકડા ભરેલ બેગ લઈને પોતાની દુડાને જતા હતા તે વખતે દુડાન પાસે બે અજાણ્યા ઇસમો પોતાના કબ્જાની બલેનો ડાર હાઈવે ઉપર ઉભી રાખી ફરીયાદી પાસે આવી તેમની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ બેગની લુંટ કરવાના ઈરાદે છરીઓના ઘા મારી જીવલેણ હુમલો કરેલ. તે વખતે આજુબાજુ વાળા દુકાનદારો આવી જતા આરોપીઓ બલેનો ડારમાં નાશી ગયેલ.જે અંગે એ’ડીવીઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવેલ હતો
સદરહુ ગુનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આ લુંટની કોશીષ તથા ખુનની ડોષીસનો ગુનો સત્વરે શોધી ડાઢવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાડાબંધી કરવામાં આવેલ તથા એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. તથા ગાંધીધામ એ ડીવી., ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક જગ્યાએથી સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી આરોપીઓને ટ્રેસ કરતા આરોપીઓ બ્લુ કલરની બલેનો ડારમાં માળીયા બાજુ નાશી ગયેલાની હડીકત જણાઈ આવેલ જેથી એલ.સી.બી. તથા અન્ય પો.સ્ટે.ની ટીમો સામખ્યારી માળીયા હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ સતત વોચમાં હતી તે દરમ્યાન સામખ્યારી માળીયા ખાતે હાઇવે ઉપરથી બ્લુ કલરની બલેનો કાર આવતા તેને કોર્ડન કરી રોડી લેવામાં આવેલ જેમાંથી નીચે જણાવ્યા મુજબના આરોપીઓ મળી આવેલ જેઓની પુછપરછ કરતા ઉપરોકત ગુનો લુંટના ઈરાદે કરેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની ડાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
11:25 am
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોડા ઉ.વ. ૨૭ રહે. મીઠીરોહર તા.ગાંધીધામ (છરી સાથે ફરીયાદી પર હુમલો કરનાર)
(૨) અસલમ ઉર્ફે ઈડબાલ ઉર્ફે ખિસકોલી હારૂન ડેવર ઉ.વ.૨૫ રહે. મીઠીરોહર તા.ગાંધીધામ (છરી સાથે ફરીયાદી પર હુમલો કરનાર)
(3) મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા ઉ.વ.૨૧ રહે. મીઠાપોર્ટ જુના ઠંડલા તા.ગાંધીધામ (બલેનો કાર ચલાવનાર)
ગુનાની મોડસ ઓપરેન્ડી
આ ગુનાના ફરીયાદી પાસેથી રોકડ રૂપિયાની લુંટ કરવા માટે આરોપીઓ એ અગાઉ સોસીયલ મીડીયામાં એક લુંટ નો વિડીયો જોયેલ જે વિડીયો જોયા બાદ લુંટ કરવાનો પ્લાન બનાવેલ અને ગાંધીધામમાં આ ગુનાના ફરીયાદી પાસેથી અગાઉ બે-ત્રણ વર્ષ પહેલા લુંટનો બનાવ બનેલ હતો અને ઘણા બધા રોકડા રૂપિયા લુંટમાં ગયા હતા જેથી આરોપીઓએ આ ફરીયાદી ઘણા બધા રૂપિયાની હેર હેર કરતો હોવાનું જાણી તેમજ આ કામના ફરીયાદી મની ટ્રાંસફર નુ કામ કરતા હોય વધારે રૂપિયાની હેર ફેર કરતા હોવાનુ અને સોમવારે વધારે રૂપિયા ની હેર ફેર કરતા હોવાનું જણાઈ આવતા આરોપીઓએ છેલ્લા એક અઠવાડીયાથી ફરીયાદી ક્યારે ક્યારે રોકડા રૂપિયા લઈ ને આવે છે તેની રેડી કરેલ ત્યારબાદ આ ગુનાનો અંજામ આપેલ અને ગુનો કર્યા બાદ બલેનો કારથી કચ્છ બહાર નાશી ગયેલ હતા
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોટા
(૧) ગાંધીધામ બી.ડીવી પો.સ્ટે.ગુ.૨.નં.૦૧૭૮/૨૦૨૫ બી.એન.એસ. ડલમ ૩૦૫,૫૪
(૨) ગાંધીધામ બી ડીવી. પો.૨સ્ટે. ગુ.ર.નં.૦૦૬૬/૧૯ જી.પી.એક્ટ ૧૩૫
(3) અંજાર પો.સ્ટે.ગુ.૨.નં. ૦૪૬૮/૨૩ ગુનો ઈ.પી.ડો.ડલમ. ૩૨૩,૩૯૪,૩૬૫,૧૨૦(બી)
તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
૪) ઠંડલા મરીન પો.સ્ટે.ગુ.૨.નં.૧૬૪/૨૨ ઈ.પી.કો.ક.૩૯૪,૩૯૮,૩૪,જી.પી.એક્ટ.૧૩૫
( (૨) મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા
(૧) ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૬૧/૨૩ ઈ.પી.ડો.ડ.૩૯૨,૩૯૭,૩૯૪ વિ.
(૨) કંડલા મરીન પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૩/૨૩ ઈ.પી.ડો.ડ. ૬.૩૬૫,૩૮૭,૧૪૩, ૧૪૭,૧૪૮,
૧૪૯, ૩૨૩,૫૦૬(૨) ૨૯૪(૫) જી.પી.એક્ટ,૧૩૫ મુજબ
(3) અંજાર પો સ્ટે ગુ.૨.ન.૦૭૦૦/૨૦૨૪ ઈ.પી.ડો. ૩૯૨,૩૯૭,૧૨૦(બી)
કબ્જે કરેલ મુદ્દામાલ
મારૂતી બલેનો કાર નં જીજે-૧૨-ઈઈ-૮૫૩૧ કિ.રૂ. ૫,૦૦,000/-
દાખલ થયેલ ગુનાની વિગત
ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૨૪/૨૫ બી.એન.એસ.ડ.૧૯૦(૧),૩૧૨, ૧૧(૨),જી.પી.એક્ટ ૧૩૫મુજબ
આ ડામગીરી નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. તથા પોલીસ ઈન્સપેક્ટર એસ.વી.ગોજીયા ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જી.પટેલ એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ તથા ગાંધીધામ એ ડીવી..ગાંધીધામ બી ડીવી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.