જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગારના હાટડા પર એલસીબી ત્રાટકી : પ ઇસમો ઝડપાયા

જેતપુર : રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા એચ.એ.જાડેજાએ સ્‍ટાફના અનીલભાઇ ગુજરાતી મનોજભાઇ બાયલ , મળેલ , દિવ્‍યેશભાઇ સુવાને સાથે રાખી પેટ્રોલીંગમા નીકળેલ તે દરમ્‍યાન બાતમી મળેલ કે બોરડી સમઢીયામાં ગામે અરવિંદ ટીડાભાઇ બુટાણી , તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોય એલ.સી.બી.પોલીસે દરોડા દરમ્‍યાન તીનપતીનો જુગાર રમતા પરસોતમ લાખાભાઇ ઠુંમર, હેમત ચનાભાઇ બુટાણી, સુભાષ બાબુભાઇ બુટાણી, પ્રવિણ બાબુભાઇ હીરપરા, ( રહે. બધા બોરડી સમઢીયાળા)ને રોકડા રૂ.૧ર,૪૦૦ મોબાઇલ-પ મો.આ.૩ મળી કુલ રૂ.પ૪,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આગળની તજવીજ માટે તાલુકા પોલીસને સોંપી દેતા પોલીસે બધા વિરૂદ્ધ ગુન્‍હો નોંધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *