ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે રોડ પર મોટર સાયકલ અને કાર વચ્ચેના અકસ્માતમાં ટંકારાના રહેવાસીનું ઘટના સ્થળે કરૂણ મોત થયેલ છે. મળતી વિગત અનુસાર રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર ધ્રુવનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયેલ. કાર નં. જીજે ૩૬ એફ ૬૨૩૧ અને બાઇક નંબર જીજે ૩૬ સી ૭૬૬૧ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટંકારાના રહેવાસી અબુજી ગજાભાઇ ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે ટંકારા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાયેલ છે.