વડોદરા: ગોરવાની આશીર્વાદ સોસાયટીના ઘરમાં ધમધમતા જુગારધામ પર દરોડો, 7 શખ્સો પકડાયા

વડોદરા, ગોરવા વિસ્તારના એક ઘરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સંચાલક સહિત સાત શખ્સોને પકડી પાડ્યા હતા. ગોરવા બાપુની દરગાહ પાસે આશીર્વાદ સોસાયટીના એક ઘરમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાંચના PSI એન જી ચૌધરી અને સ્ટાફના માણસોએ દરોડો પાડ્યો હતો. પોલીસે આશીર્વાદ સોસાયટીના ઘરમાં રહેતા રાહુલ સુનિલ ગુલાટી તેમજ  વસીમ રસીદભાઈ શેખ રહે. ગરીબ નવાજ પાર્ક નવા યાર્ડ, જયપ્રકાશ દત્તા જય પ્રકાશ દત્તાજીરાવ દેશમુખ રહે નટરાજ ટાઉનશિપ સયાજીગંજ, સલીમ મહમદ મન્સૂરી રહે રહેમત પાર્ક ગોરવા, મહેબૂબ સરદારસિંહ પરમાર રહે સરદાર નગર છાણી, મહેશ રવિન્દ્ર બેન્દ્રે રહે સુરભી એવન્યુ સરદાર નગર છાણી અને પ્રદીપ અર્જુનસિંહ રાવત રહે પ્રયાગશા સોસાયટી ન્યુ સમારોડને પકડી પાડી રોકડા રૂ.48,000, ત્રણ ટુ વ્હીલર અને 7 મોબાઇલ ફોન મળી કુલ રૂ.1.44 લાખની મતા જપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *