ભચાઉમાંથી 24 હજારના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

ભચાઉમાંથી ચાર ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં જથ્થાબંધ  શાકમાર્કેટ  નજીક લાઈટના અજવાળે અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા, તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રોકડા  રૂા.17,200 તથા બે મોબાઈલ ફોન  સહિત કુલ રૂા.24,200ના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.