ગારિયાધારમાં વાડીમાં જુગારધામ પકડાયું: ૧.૨૨ હજારની મતા સાથે ૭ પકડાયા

ગારિયાધાર : ગાંધીનગર ડી.જી.પી.શિવાનંદ ઝાસરની શરાબ જુગારની ડ્રાઇવ અંતર્ગત ભાવનગર જીલ્લા પોલીસ અધીક્ષક. જયપાલસિંહ રાઠૌર. દ્વારા જુગારની બદી નેસ્ત-નાબુદ કરવાં માટેની ડ્રાઇવ અન્વયે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક.શ્રીની સુચનાં અનુસાર ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશન સ્ટાફનાં હેડ. કોન્સ. પી. કે. ગામેતી તથા પો. કોન્સ. લક્ષ્‍મણભાઇ ભમ્મર તથા પો. કોન્સ. વિજયભાઇ મકવાણા તથા પો. કોન્સ. કલ્પેશભાઇ જોગદીયા તથા પો.કોન્સ. શૈલેષભાઇ ચાવડા તથા પો. કોન્સ. જીતેન્દ્રભાઇ ડાંગર તથા પો. કોન્સ. અશોકભાઇ મોરી તથા પો. સબ. ઇન્સ. સાથે ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ફરતાં ફરતાં રૂપાવટી રસ્તા પર આવતાં પો. કોન્સ. શકિતસિંહ.જયવંતસિંહ. સરવૈયાનાંને બાતમી રાહે હકીકત મળેલ કે ભરતભાઇ દુદાભાઇ કાત્રોડીયા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે.  સદરહું બાતમીવાળી જગ્યાએ જુગાર અનુસાર  દરોડો  પાડતા  અમુક શખ્સો વાડીમાં રહેલી ઓરડી પાસે ફોન લાઇટનાં અંજવાળે ગોળ કુંડાળું વાળી જાહેરમાં ગંજી-પત્તાનાં પાના તથા પૈસા વડે હાર-જીતનો જુગાર રમતાં સાત શખ્સોને પકડી  લેવાયેલ જેમાં હુસૈનભાઇ ઉર્ફે દાઢી હબીબભાઇ ચૌહાણ, અશ્વિનભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ, ઉસ્માનભાઇ રહીમભાઇ પોપટીયા, અશોકભાઇ મનજીભાઇ ગોહીલ, મજીદભાઇ નુરભાઇ કાજી, મહેશભાઇ ભરતભાઇ ગોંડલીયા રજાકભાઇ મલેક વગેરે પકડાઈ  ગયેલ, જયારે ભરતભાઇ દુદાભાઇ કાત્રોડીયા રહે ગારીયાધાર વાળો ભાગી છૂટેલા હતો. આમ ઉપરોકત ૭ શખ્સો જાહેરમાં પૈસા-પાના વડે તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં પકડાઈ ગયેલ તેમજ વાડી માલીક ભાગી જવામાં સફળ થયેલ તેમજ ઉપરોકત સ્થળેથી રોકડ રૂ.૨૫,૬૦૦ તથા મોબાઈલ ફોન. નંગ.૭  તથા હોન્ડા બાઇક ૦૩ તથા કુલ કિંમત રૂ.૧,૨૨,૬૦૦નાં મુદ્દામાલ સાથે ૭ શખ્સો તેમજ વાડી માલીક (હાજર મળી નહી આવેલ) જુગારધારા કલમ ૧૨, અનુસાર ગુનો રજીસ્ટર કરી ધોરણસરની તપાસ  કરવામાં આવેલ છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *