અંજારના ખેડોઈમાં કળિયુગી પુત્રએ કર્યો માતા-પિતા પર હુમલો

COPY IMAGE

અંજાર ખાતે આવેલ મોટી ખેડોઇમાં કળિયુગી પુત્રએ પોતાના માતા-પિતાને માર માર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટી ખેડોઇમાં રહેનાર ફરિયાદીએ વરસામેડીમાં રહેનાર પોતાના પુત્રને ફોન કરી તું ગેરકાયદે ધંધાઓ કરો છો તે માટે કામ નથી. તેમ કેહતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ખેડોઇ આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી એટલે એના પિતા ઉપર જ ધોકા વડે હુમલો કર્યો હતો. તે પછી પાછું ફરિયાદીએ ઠપકો આપવા ફોન કર્યો હતો. અને ત્યારે પણ આરોપી ઉશ્કેરાઈ જઈ ત્યાં આવી ફરિયાદી ઘરે હાજર ન હોવાથી આરોપી ઈસમે પોતાની માતાને માર માર્યો હતો. આ વાતનું દુઃખ થતા ફરિયાદીએ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં પણ આરોપી ઈસમે આવી અને ફિનાઈલ પી જવાનું નાટક કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.