ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતાં અફરાતફરી

copy image

copy image

ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરની નજીક રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવતા ભારે ધોડદામ મચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે માહિતી મળી રહી છે તે મુજબ ગત મોદી રાત્રીના સેમીએ એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો હતો. દીપડાએ બજાર વિસ્તારમાં બે બકરાંનું મારણ કર્યું, જેના કારણે રહેવાસીઓમાં ભારે ધોડદામ તેમજ ભયનો માહોલ છવાયો  હતો. આ બનાવ અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને કાબૂમાં લીધો હતો.