બિહારમાંથી શરમજનક બનાવ આવ્યો સામે : ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ પર નરાધમોએ આંચર્યો બળાત્કાર

copy image

copy image

બિહારમાંથી શરમજનક બનાવ સપાટી પર આવ્યો છે, જેમાં જિલ્લામાં હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન બેભાન થયેલી મહિલા સાથે હેવાનિયાતની તમામ હદ નરાધમોએ પાર કરી દીધી છે. આ બનાવ બિહારના બોધગયા વિસ્તારમાં બન્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ હોમગાર્ડ ભરતી દોડ દરમિયાન એક મહિલા બેહોશ થઈ જતાં તેને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. પરંતુ  રસ્તામાં જ એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને ટેકનિશિયને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને ટેકનિશિયનની અટક કરી છે.