મોરબી એસઓજી ટીમે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ શખ્સને પકડ્યો

એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના ફારૂકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે એએસઆઈ અનિલભાઈ ભટ્ટ સાથે ખેરાલુ જી. મહેસાણા જઈને કાર્યવાહી કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ નાસતો-ફરતો શખ્સ ચિરાગ ઉર્ફે રાજુ હર્ષદ લશ્કરી (ઉ.વ.૨૬) રહે નવા નાગડાવાસ તાલુકો મોરબી વાળાને પકડી પાડીને ધોરણસરની ધરપકડ કરી છે તેમજ ભોગ બનનારને તેના વાલીને સોપવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ