વિદેશી શરાબની બોટલ નંગ ૨૧૦ કિંમત રૂ.૮૪,૪૪૦નો મુદામાલ ઝડપી લેતી ગારીયાધાર પોલીસ

ગારિયાધાર: પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફના સાથે પોલીસ સ્ટેશન  વિસ્‍તારમા જુગાર અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન પોસ્‍ટ ઓફિસ વાળો ખાચો રાજકુવા શેરી ગારિયાધાર પાસે આવતા પો.સબ.ઇન્‍સ. કે.એચ.ચૌધરી ઓને બાતમીના આધારે  હકિકત મળેલ કે હાર્દિકભાઇ દુલાભાઇ પરમાર પોતાના રહેણાંકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ શરાબ મુકેલ છે તેવી હકિકત મળતા સદરહુ બાતમીનો દરોડો પાડતા નીચે મુજબનો મુદામાલ મળી આવેલ છે.
 એક સિલ્‍વર બ્‍લ્‍યુ લેબલની કાચની બોટલમાં ભારતીય બનાવટનો ઇગ્‍લીશ શરાબ આશરે ૭૫૦ મિલીની બોટલ નંગ. ૧૦૦ જેની એક બોટલ કિંમત રૂ. ૪૫૦ લેખે ગણતા કુલ કિંમત .રૂ.૪૫૦૦૦
 ૭૫૦ મિલી  કાચની કંપની સીલપેક બોટલ નંગ. ૫૭ જે એક બોટલની કિંમત રૂ .૩૦૦ લેખે કુલ કિંમત રૂ.૧૭,૧૦૦   750 મિલી  લખેલ કાચની કંપની સીલપેક બોટલ નંગ- ૩૬ જે એક બોટલની કિંમત રૂ. ૩૭૫ લેખે કુલ કિંમત રૂ.૧૩,૫૦૦
 એક બ્‍લેક કલરના સ્‍ટીકરમાં  750 મિલી લખેલ
કાચની કંપની સીલપેક બોટલ નંગ- ૧૭ જે એક બોટલની કિંમત રૂ. ૫૨૦ લેખે કુલ કિમત રૂ.૮,૮૪૦
તો મજુકર હાર્દિકભાઇ દુલાભાઇ પરમાર રહે. પોસ્‍ટ ઓફિસ વાળો ખાચો રાજકુવા શેરી ગારિયાધારવાળાએ પોતાના દ્યરે ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલ નંગ -૨૧૦ કિંમત રૂ. ૮૪,૪૪૦નો મુદામાલ મુકેલ હોય તો તેના વિરૂઘ્‍ઘ ગારીયાદ્યાર પોલીસ સ્ટેશન પો.કોન્‍સ કમલગીરી ઇન્‍દુગીરી ગૌસ્‍વામી પ્રોહી.એકટ કલમઃ-૬૫,એ,ઇ,૧૧૬બી,૮૧ અંગેની ફરીયાદ આપેલ છે.
આ કામગીરીમા ગારીયાઘાર પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ કે.એચ.ચૌઘરી તથા પો.સબ.ઇન્‍સ એમ.પી.પંડયા સા. તથા પો.કોન્‍સ વિજયભાઇ રબારી તથાપો.કોન્‍સ.જીતેન્‍દ્રભાઇ ડાંગર તથા પો.કોન્‍સ મનિષભાઇ મકવાણા તથા પો.કોન્‍સ મહિપાલસિંહ સરવૈયા તથા પો.કોન્‍સ શૈલૈષભાઇ ચાવડા તથા પો.કોન્‍સ વિરમદેવસિંહ સરવૈયા તથા પો.કોન્‍સ મયુરસિંહ ગોહિલ વગેરે સ્‍ટાફના લોકો જોડાયેલ હતા.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *