ભરૃચ: અકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે એકનું મૃત્યુ નીપજયું

ભરૃચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે દાહોદ-વલસાડ ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયુ હતુ. ભરૃચ રેલવે પોલીસે ઘટના સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલીવારસોની કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે મોડી સાંજે દાહોદથી વલસાડ જતી ઈન્ટરસિટી ટ્રેન ભરૃચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચેથી જઈ   રહી હતી ત્યારે કિમી નંબર ૩૨૩, ૩૨૪ વચ્ચે આશરે ૫૨ વર્ષીય અજાણ્યો યુવક અડફેટે આવી ગયો હતો. જેની ઘટના સ્થળે જ મૃત્યુ  નીપજયું હતુ. મૃતદેહનો કબજો રેલવે પોલીસે મેળવ્યો હતો. મૃતકે શરીરે કાળા અને સફેદ લીટીવાળુ શર્ટ અને પેન્ટ પહેર્યું  હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *